આણંદઃ બોરસદ ચોકડી નજીક વર્ષોથી દબાણ કરી મકાનો અને મંદિરો બનાવી દેવાયાં હતાં. કલેક્ટર દ્વારા નોટિસ સહિતની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શનિવાર સવારથી દબાણ હટાવવાની કાર્યવાહી કરાઈ હતી. આ દરમિયાન, 350 જેટલાં દબાણ હટાવી જમીન ખુલ્લી કરાવાઈ હતી. જો કે તેમાં આવતાં 8થી 10 જેટલાં મંદિર પણ તોડી પડાતાં સ્થાનિકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. આ દબાણ દૂર કરવા તંત્ર દ્વારા પૂરતી કાર્યવાહી કરાઈ હતી અને મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. છેવટે કલેક્ટર પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી.

