અમદાવાદઃ મૂળ શાહપુરનો અને 4 વર્ષથી યુકે રહેતો નિહાલ પટેલ 5 ડિસેમ્બરે જ પરત આવ્યો હતો. જેની તેના જ મિત્ર જય ઓઝાએ ચાકુના ઘા મારી હત્યા કરી દીધી. આરોપી જય પટેલની શાહપુર પોલીસે મહેસાણાથી ધરપકડ કરી હતી. જય ઓઝા અને નિહાલ વચ્ચે તે રાત્રે ઝઘડો થતાં નિહાલ અપશબ્દો બોલ્યો હતો, જેથી ગુસ્સે ભરાયેલો જય ઘરે ગયો અને છરી લઈને આવ્યા બાદ નિહાલને છરીના 4 ઘા ઝીંકી દીધી હતી.
શાહપુર પોલીસે જણાવ્યું હતું કે, નિહાલની હત્યા બાદ જય હરિદ્વાર ફરાર થઈ ગયો હતો, પરંતુ પૈસા પૂરા થઈ જતાં તે પાછો અમદાવાદ આવી રહ્યો હતો.
હરિદ્વારથી પરત ફરતાં જય ઓઝા મહેસાણા ખાતે રોકાઈ ગયો હતો, જ્યાંથી પોલીસ દ્વારા તેની ધરપકડ કરી લેવામાં આવી છે.

