કચ્છની કોપર રિફાઈનરી ભારતને તાંબામાં આત્મનિર્ભર બનાવશે

Tuesday 17th December 2024 04:21 EST
 
 

મુંદ્રાઃ અદાણી ગ્રૂપની કચ્છ કોપર રિફાઇનરી ભારતના વિકાસમાં ખૂબ મદદરૂપ થશે. તાજેતરમાં બહાર આવેલા અહેવાલ મુજબ કચ્છસ્થિત અદાણીની કોપર રિફાઇનરી સંપૂર્ણ ક્ષમતા સુધી પહોંચશે ત્યારે ભારત રિફાઇન્ડ કોપરમાં આત્મનિર્ભર બનશે. આ પ્રોજેક્ટ આગામી વર્ષની શરૂઆતમાં પૂર્ણ થવાની ધારણા છે.
ખાણ મંત્રાલયની અખબારી યાદી મુજબ અદાણીની કચ્છ કોપર રિફાઇનરીએ ઉત્પાદન શરૂ કરી દીધું છે.
જોકે કંપનીના અધિકારીઓના જણાવ્યા અનુસાર, સંપૂર્ણ ક્ષમતા સુધી પહોંચવામાં હજુ થોડો સમય લાગશે, ત્યારબાદ ભારત રિફાઇન્ડ કોપરમાં આત્મનિર્ભર બનશે અને તેને આયાત પર નિર્ભર રહેવું પડશે નહીં. ગત નાણાકીય વર્ષમાં ભારતે રૂ. 24,552 કરોડના 3,63,000 ટન કોપરની આયાત કરી હતી.
જાપાન લગભગ 69 ટકા કોપરની આયાત કરે છે, જેમાં 4 સ્થાનિક સપ્લાયર્સ અદાણી કચ્છ કોપર, હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, ગુજરાત વિક્ટરી ફોર્જિંગ પ્રા. અને વેદાંતાનો સમાવેશ થાય છે. તો 4 વિદેશી સપ્લાયર્સનો પણ સમાવેશ
થાય છે. ‘કી ટ્રાન્ઝિશન મેટલ’ તરીકે ઓળખાતા કોપરની આવશ્યકતા પૂરી કરવા અદાણી સમૂહ સતત કાર્યરત્ છે.


comments powered by Disqus