નવી દિલ્હીઃ લોકસભામાં બંધારણનાં 75 વર્ષે બે દિવસ માટે થયેલી ચર્ચાનો પીએમ મોદીએ શનિવારે જવાબ આપ્યો હતો. તેમણે પોણા બે કલાક સુધી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ સરકાર પર કરેલા આક્ષેપો પર જડબાતોડ વાકપ્રહાર કર્યો હતો. મોદીએ કહ્યું હતું કે, બંધારણના ભક્ષકો જ તેના રક્ષણની વાતો કરી રહ્યા છે. કોંગ્રેસે ઇમર્જન્સીમાં બંધારણને કોચી ખાધું હતું. કોંગ્રેસનું આ પાપ ક્યારેય ધોવાશે નહીં. કોંગ્રેસ હંમેશાં બંધારણનો શિકાર કરતી રહી છે. 60 વર્ષમાં તેણે 75 વખત તેમાં ફેરફાર કર્યા છે.
દેશે ઘણા ઉતારચઢાવ જોયા છે પણ જનતાએ દરેક પડકારોમાં લોકતંત્રને મજબૂત બનાવ્યું. બંધારણના ઘડવૈયાની તપસ્યાને મોદીએ નમન કર્યા હતા અને દેશવાસીઓનો બંધારણના જતન માટે આભાર માન્યો હતો.
બંધારણનો દુરુપયોગ
વડાપ્રધાને કહ્યું કે, ઇતિહાસ કહે છે કે નહેરુથી લઈને રાજીવ સુધી તમામે બંધારણનો દુરુપયોગ કર્યો, અને અનામતનો વિરોધ કર્યો. નવી પેઢી પણ આ જ માર્ગે છે. બંધારણીય વ્યવસ્થા ખતમ થઈ ગઈ. દેશને જેલખાનું બનાવી અધિકારો લૂંટ્યા, પ્રેસની સ્વતંત્રતા પર અંકુશ લગાવ્યો. કોંગ્રેસના કપાળનું આ પાપ ક્યારેય ધોવાશે નહીં

