રાજકોટઃ ખોડલધામ બાદ હવે રાજકોટમાં ઉમિયાધામનું નિર્માણ થવા જઈ રહ્યું છે. સિદસર બાદ હવે મા ઉમિયાનું ભવ્ય મંદિર કણકોટ ગામ નજીક જશવંતપુર ગામે આકાર લઈ રહ્યું છે. મંદિર ઉપરાંત સેવાશ્રમ, શૈક્ષણિક સંકુલના ત્રિવિધ કાર્યક્રમનું ખાતમુહૂર્ત 13 ડિસેમ્બરે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરાયું. રૂ. 550 કરોડના આ પ્રોજેક્ટમાં પ્રથમ તબક્કે 2 એકર જગ્યામાં રૂ. 50 કરોડના ખર્ચે મંદિર બનાવાશે. આ માટે જશવંતપુર ગામે ન્યારી નદીના કાંઠે 32 વીઘા જમીનની ખરીદી પણ કરાઈ છે. જ્યારે મંદિરની સામે અન્ય 10 એકર જમીન રાજ્ય સરકાર દ્વારા અપાઈ છે.
આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સદભાવના વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ આશ્રમની કામગીરી અને વ્યવસ્થા નિહાળી નિવાસી વૃદ્ધો સાથે મુલાકાત કરી તેમના ખબર-અંતર પૂછ્યછયા હતા.

