લંડનથી આવેલી ફ્લાઈટ સાથે સમડી અથડાતાં 4 બ્લેડ તૂટીઃ 170 મુસાફરોનો આબાદ બચાવ

Wednesday 18th December 2024 04:21 EST
 
 

અમદાવાદઃ એરઇન્ડિયાની ગુરુવારે લંડનથી સવારે 10:24 વાગ્યે અમદાવાદ આવતી ફલાઇટને લેન્ડિંગ સમયે બર્ડહિટ થતાં 170 પેસેન્જરના જીવ અધ્ધર થઈ ગયા હતા. ફલાઇટને સમડી જોરદાર રીતે ટકરાતાં ડાબા એન્જિનની તરફની ચાર બ્લેડ ડેમેજ થઈ હતી.
ટેકનિશિયનોએ ચેક કરતાં એરક્રાફ્ટને મોટું નુકસાન થતાં ગ્રાઉન્ડ કરવું પડ્યું હતું, જેના કારણે અમદાવાદથી લંડન જતાં 200 પેસેન્જર રઝળી પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 6 મહિનામાં એરપોર્ટ પર બર્ડહિટની આ છઠ્ઠી ઘટના છે અને 2023માં 81 ઘટના બની ચૂકી છે. ગુરુવારે સવારે લંડનથી અમદાવાદ આવતી ફલાઇટને લેન્ડિંગ વખતે બર્ડહિટ થતાં પાઇલટે સુરક્ષિત રીતે પાર્કિંગ તરફ લાવતાં પેસેન્જરોએ રાહતનો શ્વાસ લીધો હતો.
આ ઘટનાને લઈ ડીજીસીએ તપાસના આદેશ આપ્યા છે. છેલ્લાં 6 વર્ષમાં 319 વખત ફ્લાઇટને પ્રાણી અને પક્ષી ટકરાવાની ઘટના બની છે.


comments powered by Disqus