વડાપ્રધાનનું સ્વપ્ન પૂરું કરવા સહભાગી બનોઃ મુખ્યમંત્રી

Wednesday 18th December 2024 04:22 EST
 
 

ગાંધીનગરઃ વડાપ્રધાન મોદીએ 2047 સુધીમાં ભારતને ભવ્ય અને આત્મનિર્ભર બનાવવા માટે સેવેલા સ્વપ્નને પૂર્ણ કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના તમામ નાગરિકોને આગળ આવવા અપીલ કરી છે. કચ્છની મુલાકાત દરમિયાન તેમણે કહ્યું કે, મોદીનું આ વિઝન ભારતને સૌથી સધ્ધર અને વિકસિત આર્થિક અને સામાજિક શક્તિ તરીકે પ્રસ્થાપિત કરવાનું છે, અને 140 કરોડ દેશવાસીઓને વડાપ્રધાને પોતાના વારસદાર કહ્યા છે. આથી હવે સમય છે વિકસિત ભારતના નિર્માણ માટે આપણી સૌની જવાબદારી સ્વીકારીને આપણી ભૂમિકા નિભાવવા આપણે આગળ આવીએ. ગુજરાત તેના માટે તત્પર અને તૈયાર છે તથા રાજ્ય એકાગ્ર થઈને આગળ વધી રહ્યું છે.
આ લક્ષ્ય સિદ્ધ કરવા માટે આપણે શોર્ટ ટર્મ વિઝન અને લોન્ગ ટર્મ વિઝન સાથે આગળ વધી રહ્યા છીએ,
જેમાં 5 ટ્રિલિયન ડોલર જીડીપીમાં ગુજરાત 10 ટકાનું યોગદાન આપી શકે તે માટે ટાસ્કફોર્સની રચના કરી રોડમેપ તૈયાર કર્યો છે.


comments powered by Disqus