વિહાર પર નીકળેલાં સાધ્વીજી વાહનની ટક્કરથી કાળધર્મ પામ્યાં

Wednesday 18th December 2024 04:22 EST
 
 

સાણંદઃ વાસણાથી ભક્તેશ્વરી સમુદાયનાં જૈન સાધ્વી અનંતગુણાજીની વ્હીલચેર ચલાવી ચાલતાં વિદ્યાબહેન કમલેશભાઈ ઠાકોર (ઉ.વ.18) પંકજ ફેક્ટરી- વાસણાથી નવીન શણગાર જૈન દેરાસર-વિરોચનનગર ખાતે વિહાર કરવા માટે નીકળ્યાં હતાં. આ દરમિયાન વહેલી સવારે સાડા પાંચ વાગ્યે કલાણા ગામના પાટિયાથી થોડે દૂર અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતાં 72 વર્ષીય સાધ્વીજી અનંતગુણાજી કાળધર્મ પામ્યાં હતાં. આ સાથે વ્હીલચેરને ધક્કો મારતી યુવતી વિદ્યા કમલેશભાઈ ઠાકોરને પણ ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માત સર્જાતાં જ આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતા. આ અંગે સાણંદ જીઆઇડીસી પોલીસે વાહનચાલક
વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


comments powered by Disqus