સંભલમાં વીજચોરીની તપાસ કરતાં 46 વર્ષથી બંધ શિવમંદિર મળ્યું

Wednesday 18th December 2024 05:38 EST
 
 

લખનઉઃ સંભલમાં વીજવિભાગને વીજચોરીની તપાસ દરમિયાન ખગ્ગુસરાયમાં 46 વર્ષથી બંધ પડેલું ભગવાન શિવનું મંદિર મળ્યું હતું. વહીવટીતંત્ર દ્વારા મંદિરને ખોલાતાં અંદરથી હનુમાનજી, શિવલિંગ અને નંદીની પ્રતિમા મળી આવી હતી. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, આ મંદિર 1978માં રમખાણો પછી બંધ હતું. અહીં આવેલા કૂવાના ખોદકામમાં ભગવાનની 3 મૂર્તિ પણ મળી છે.


comments powered by Disqus