બાબરા, લાઠી, ખાંભા, રાજુલા, જાફરાબાદ પંથકમાં મેઘરાજાએ પ્રથમ વરસાદે જ સારી એવી મહેર કરી દીધી હતી, જેને પગલે ખેડૂતોએ વાવણીનાં શ્રીગણેશ કરી દીધાં છે. ખેડૂતોએ પરંપરાગત રીતે બળદને ચાંદલો કરી, ગોળ ખવડાવી વાવણીનો શુભારંભ કર્યો હતો. જિલ્લામાં હાલ 61 ગામોમાં ખેડૂતોએ વાવણી કરી દીધી છે. પ્રિમોન્સૂન એક્ટિવિટીમાં જ અમરેલીના બાબરા, લાઠી, રાજુલા જાફરાબાદ, ખાંભા, સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં વાવણીલાયક એકથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે.

