IS અમદાવાદ-સુરતમાં હમાસની જેમ હુમલો કરવાની ફિરાકમાં હતું

Wednesday 20th March 2024 06:44 EDT
 
 

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (આઇએસ) મહારાષ્ટ્રના પુણે, મુંબઈ અને ગુજરાતના અમદાવાદ તેમજ સુરતમાં હમાસ જેવો આતંકી હુમલો કરવાનું કાવતરું ઘડી રહ્યું હતું. ગત 7 ઓક્ટોબરના રોજ પેલેસ્ટાઇનના ચરમપંથી સંગઠન હમાસે ઇઝરાયલ પર ડ્રોન અને જમીનથી હુમલો કર્યો હતો. બરાબર એ જ પેટર્ન પર હુમલો કરવાનું ષડયંત્ર આઇએસ દ્વારા રચાયું હતું. 2 નવેમ્બરે એનઆઇએએ પુણેમાં આઇએસનું એક મોડ્યુલ ધ્વસ્ત કર્યું તો એક ડ્રોન, આઇઇડી વિસ્ફોટક અને અનેક હથિયાર મળ્યાં હતાં. ત્યારબાદ આતંકી શાહનવાઝની ધરપકડ કરાઈ હતી, જેની પૂછપરછમાં 3 અન્ય આતંકી અને કાવતરાની કુંડળી એનઆઇએને મળી હતી.


comments powered by Disqus