અમદાવાદઃ સીએએ લાગુ થતાં અમદાવાદ અને મોરબી જિલ્લામાં વસતા શરણાર્થીઓને નાગરિકતા આપવાની પ્રકિયા હાથ ધરાઈ.
ઉલ્લેખનીય છે કે સીએએની વેબસાઇટ દ્વારા હજારો અરજી આવી છે, જેમાં અમદાવાદમાં 18 અને મોરબીમાં 13 પાકિસ્તાની શરણાર્થીઓને ભારતનું નાગરિકત્વ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યાં. મોરબી કલેક્ટર કે.બી. ઝવેરીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાનથી મોરબી સ્થળાંતરિત થઈ અનેક પરિવારો વસવાટ કરી રહ્યા છે, ત્યારે 13 વ્યક્તિને નાગરિકતાનાં પ્રમાણપત્ર એનાયત કરાયાં છે.
અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશથી સ્થળાંતર કરીને અમદાવાદમાં સ્થાયી થયેલા 18 લોકોને શનિવારે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભારતીય નાગરિકત્વનાં પ્રમાણપત્ર આપ્યાં હતાં. અમદાવાદ જિલ્લા કલેક્ટરે અત્યાર સુધી 1167 અરજદારોને ભારતીય નાગરિકત્વ આપ્યું છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, ભારતના સ્વપ્નને સાકાર કરવા સાથે મળીને આપણે કામ કરવાનું છે.