ઇલેક્ટોરલ બોન્ડ ખરીદનારની યાદીમાં ગુજરાત પણ ચમક્યું

Wednesday 20th March 2024 06:33 EDT
 
 

અમદાવાદઃ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ એપ્રિલ 2019થી જાન્યુઆરી 2024 વચ્ચે થયેલા ઇલેક્ટોરલ બોન્ડના વેચાણના આંકડા સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર ચૂંટણીપંચને સોંપ્યા હતા. જેના બીજા જ દિવસે તે વિગતો દેશના ચૂંટણીપંચે જાહેર કરી દીધી છે. લગભગ 18,860 જેટલા બોન્ડની વિગતોમાંથી ગુજરાતના ટોચના ઉદ્યોગો કે ગુજરાતમાં મોટું કામ ધરાવતા ઉદ્યોગોએ પણ બોન્ડની ખરીદી કરી રાજકીય પક્ષોને દાન આપ્યું હોવાનું જાણવા મળ્યું છે. ઉપલબ્ધ વિગત અનુસાર રાજ્યની ટોચની કંપનીઓ પૈકી ટોરેન્ટ, ઝાયડસ, ઇન્ટાસ, એલેમ્બિકનો સમાવેશ થાય છે, તો બીજી તરફ રિયલ એસ્ટેટ અને અન્ય ક્ષેત્રે વ્યાપક બિઝનેસ હિત ધરાવતા અરવિંદ, નિરમાનો પણ સમાવેશ થાય છે.
આ યાદીમાં ગુજરાત રાજ્યમાંથી સૌથી વધુ બોન્ડની ખરીદી રાજકીય અનુદાન આપવામાં ટોરેન્ટ જૂથની ફાર્મા અને પાવર કંપનીઓ અવ્વલ આવે છે. આ યાદીમાં કેટલાક વ્યક્તિગત રીતે બોન્ડની ખરીદી કરનાર ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે.
ગુજરાતના ઉદ્યોગોએ પણ બોન્ડની ખરીદી કરી રાજકીય પક્ષોને દાન આપ્યું હોવાનું જાણવા મળ્યું છે. જેમાં ટોરેન્ટ, ઝાયડસ, ઇન્ટાસ, એલેમ્બિક, અરવિંદ અને નિરમાનો સમાવેશ થાય છે. આ યાદીમાં ગુજરાતથી સૌથી વધુ બોન્ડની ખરીદી રાજકીય અનુદાન આપવામાં ટોરેન્ટ જૂથની ફાર્મા અને પાવર કંપનીઓ અવ્વલ છે. આ યાદીમાં કેટલાક વ્યક્તિગત રીતે બોન્ડની ખરીદી કરનાર ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે.

ટોરેન્ટ જૂથ રૂ. 184 કરોડ
વેલસ્પન જૂથ રૂ. 55 કરોડ
લક્ષ્મી મિત્તલ રૂ. 34 કરોડ
ઇન્ટાસ રૂ. 20 કરોડ
ઝાયડસ રૂ. 28 કરોડ
અરવિંદ રૂ. 16 કરોડ
નિરમા રૂ. 16 કરોડ
એલેમ્બિક રૂ. 10 કરોડ


comments powered by Disqus