ગાંધીનગરઃ સવા વર્ષ પૂર્વે ડિસેમ્બર-2022માં વિધાનસભા ચૂંટણીમાં 182 પૈકી 156 બેઠકનો ઈતિહાસ રચ્યા બાદ લોકસભા-2024ની ચૂંટણીમાં ભાજપે દરેક મતક્ષેત્રમાં 5 લાખથી વધારેની લીડ સાથે નવો ઇતિહાસ રચવા લક્ષ્યાંક બાંધ્યો છે. એક દાયકામાં લોકસભાની બંને ચૂંટણીઓમાં અહીં 26 પૈકી 26 બેઠકો ભાજપના ઉમેદવારો જીતે છે, તેવામાં ત્રણ મહિનામાં કોંગ્રેસ ધારાસભ્યપદથી રાજીનામું આપનારા ડો. સી.જે. ચાવડા, ખંભાત ચિરાગ પટેલ અને પોરબંદર અર્જુન મોઢવાડિયા, માણાવદર અરવિંદ લાડાણીને પેટાચૂંટણીમાં ભાજપ કમળના નિશાને પેટાચૂંટણીમાં ઉતારશે. ઉપરાંત વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા પણ ભાજપમાંથી ચૂંટણી લડશે. જ્યારે વિસાવદર પેટાચૂંટણી જાહેર ન થતાં ભૂપત ભાયાણીનું ભવિષ્ય અધરમાં છે.