બુધવારે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિરે રિલાયન્સ પરિવારના મોભી કોકિલાબહેન અંબાણી પહોંચ્યાં હતાં. જ્યાં તેમણે મહાદેવનાં દર્શન, ગંગાજળ અભિષેક, સોમેશ્વર મહાપૂજન, ધ્વજા પૂજા કરી આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી. આ નિમિત્તે તેઓનું શ્રી સોમનાથ મહાદેવનું સ્મૃતિચિન્હ આપી સન્માન કરાયું હતું.