ભુજ: ભૂકંપ ઝોન-5માં આવતા કચ્છમાં ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત્ રહ્યો છે. રવિવારની મધરાત્રે ખાવડા નજીક 3.3ની તીવ્રતાના આંચકાથી ધરા ધ્રૂજી ઊઠી હતી. સિસ્મોલોજિકલ રિસર્ચ સેન્ટર મુજબ ભુજ તાલુકાના ખાવડાથી 22 કિ.મી. દૂર મોટી દદ્ધર ગામ નજીક રાત્રે 12.12 વાગ્યે 3.3ની તીવ્રતા ધરાવતો ભૂકંપનો આંચકો આવ્યો હતો.