ગાંધીનગરઃ ગુજરાત સરકારે કેન્દ્રીય ચૂંટણીપંચના આદેશને પગલે રાજ્યના ગૃહવિભાગનો વધારાનો ચાર્જ અધિક મુખ્ય સચિવ પંકજ જોશી પાસેથી લઈને અધિક મુખ્ય સચિવ અમરેન્દ્રકુમાર રાકેશને સોંપ્યો છે. પંકજ જોશી મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ તરીકે રેગ્યુલર પોસ્ટિંગ પર હોઈ ચૂંટણીપંચે વાંધો લીધો હતો અને અન્યને ચાર્જ સોંપવા હુકમ કર્યો હતોે.