નવી દિલ્હીઃ ભારતીય નેવીએ સફળતાપૂર્વક સોમાલિયાના પૂર્વીય દરિયા કિનારે જહાજનું અપહરણ કરવાનો સોમાલી ચાંચિયાઓનો પ્રયાસ ખાળ્યો હતો. ભારતીય નૌકાદળએ રવિવારે જણાવ્યું હતું કે અરબી સમુદ્રમાં લગભગ 40 કલાક ચાલેલા તેના બચાવ અભિયાનમાં 35 ચાંચિયાઓએ આત્મસમર્પણ કર્યું હતું અને વેપારી જહાજ ભૂતપૂર્વ એમવી રુએનના 17 ક્રૂ સભ્યોને બચાવવામાં આવ્યા હતા.

