પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાની વિવિધ સંસ્થાઓ, સમાજના સહયોગથી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા રવિવારે પાલનપુરમાં મહાસંમેલનનું આયોજન કરાયું હતું, જેમાં પાલનપુરથી 10 હજારથી વધુ પાટીદારો ઉપસ્થિત રહ્યા હતા. ખાસ તો પાલનપુરનાં વિવિધ ગામોથી મહિલાઓ ઊમટી હતી.
કાર્યક્રમ દરમિયાન લોકસભા ચૂંટણી અંગે પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં સંસ્થાના પ્રમુખ આર.પી. પટેલે કહ્યું કે, આગામી લોકસભા ચૂંટણીમાં જે રાજકીય પાર્ટી સનાતન ધર્મની સાથે છે, વિશ્વ ઉમિયાધામ અને પાટીદારો તેની સાથે છે. આમાં માત્ર પાટીદારો જ નહીં, પરંતુ સમસ્ત સમાજ એ રાજકીય પાર્ટી સાથે હશે. તેમણે વધુમાં જણાવ્યું કે, મંદિરો ભજન-કીર્તનની સાથે આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્રચેતનાનાં કેન્દ્રો બને તેવો પ્રયત્ન અમે કરી રહ્યા છીએ.