હિન્દુ ધર્મના મુખ્ય તહેવારો પૈકી વસંત ઋતુના પ્રારંભે શરૂ થતા ફૂલડોલોત્સવનું દ્વારકાધામમાં ખૂબ જ મહત્ત્વ છે. અબીલ-ગુલાલની છોળો સાથે ફાગનાં વસ્ત્રો તથા મહાભોગ વિશેષ રીતે અર્પણ કરાય છે. સોમવારે સવારથી જ મંગળા આરતીના ઘંટારવ સાથે જગતમંદિરના બંને પ્રવેશદ્વાર સ્વર્ગદ્વાર અને મોક્ષદ્વાર પર ભાવિકોની ભીડ એકત્ર થઈ હતી. સવારની પોણા ચાર વાગ્યાની મહાઆરતીમાં ઠાકોરજીને સફેદ કલરનાં કોટનનાં વસ્ત્રો, રવિવારની પરંપરા જાળવવા લાલ કલરની બોર્ડરની બાંધણી કરીને વસ્ત્રો ધરાવવામાં આવ્યાં હતાં.