બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને હાજર થવા સુપ્રીમ કોર્ટનો આદેશ

Wednesday 20th March 2024 07:29 EDT
 
 

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે આયુર્વેદિક કંપની પતંજલિના મેનેજિંગ ડિરેક્ટર આચાર્ય બાલકૃષ્ણ અને યોગગુરુ રામદેવને મંગળવારે અવમાનના નોટિસનો જવાબ ન આપવા બદલ સુનાવણીની આગામી તારીખે હાજર થવા જણાવ્યું છે. કોર્ટે આ આદેશ પતંજલિ આયુર્વેદની કથિત ભ્રામક જાહેરાતને લઈને કર્યો છે.
સુપ્રીમ કોર્ટે અગાઉ પતંજલિ આયુર્વેદને ઔષધીય સારવાર વિશે ભ્રામક જાહેરાત ચાલુ રાખવા બદલ નોટિસ ઇશ્યૂ કરી હતી. મંગળવારે આ કેસની સુનાવણી દરમિયાન કોર્ટે નોટિસનો જવાબ ન આપવા બદલ કડક વલણ દાખવ્યું હતું.
ઇન્ડિયન મેડિકલ એસોસિયેશને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યું હતું કે, પતંજલિ આયુર્વેદની જાહેરાતો ખોટા દાવા કરનારી અને ગેરમાર્ગે દોરનારી છે. આ કેસની સુનાવણી દરમિયાન કોર્ટે નોટિસ જાહેર કરી 3 સપ્તાહમાં જવાબ માગ્યો હતો. જેનો જવાબ ન મળતાં આ વખતે કોર્ટે અંગત હાજરી અને તિરસ્કારની નોટિસ પણ આપી હતી.


comments powered by Disqus