ભાજપના 26 પૈકી 22 ઉમેદવારોનું જ્ઞાતિ-જાતિ સમીકરણ

Wednesday 20th March 2024 06:03 EDT
 
 

ગાંધીનગરઃ ભાજપે અત્યાર સુધીમાં ગુજરાતમાં 26 લોકસભા મતક્ષેત્રોમાંથી બે તબક્કે 22 ઉમેદવારોના નામોની જાહેરાત થઈ છે. જેમાં બે વર્તમાન સાંસદ સહિત કુલ ચાર મહિલાઓ છે. ગુજરાતમાં હાલમાં 26માંથી છ મહિલા સાંસદો હોવાથી હજી વધુ બે કે ત્રણ મહિલાને ટિકિટ મળી શકે છે.
ભાજપે કચ્છ અને અમદાવાદ પશ્ચિમ એમ બંને અનુસૂચિત જાતિ- SC રિઝર્વ બેઠકોના ઉમેદવારો પહેલા જ તબક્કે જાહેર કર્યા હતા. બીજા તબક્કે ST અનામત છોટાઉદેપુર, વલસાડ અને તેના પહેલા બારડોલી, દાહોદ એમ 4 બેઠકો ઉપરાંત ભરૂચ મળી 5 બેઠકોમાં આદિવાસી- ST ઉમેદવારો જાહેર કર્યા છે. આમ રિઝર્વ 6 બેઠકો ઉપરાંત ભરૂચ મળી કુલ 7 બેઠક પર SC, ST ઉમેદવારો જાહેર કર્યા છે, તે સિવાય 14 લોકસભા ક્ષેત્રમાં 8 OBC ઉમેદવારો છે. જ્યારે બે લેઉવા અને બે કડવા એમ કુલ ચાર પાટીદારોને ટિકિટ મળી છે. જ્યારે ગાંધીનગરથી એક વણિક, વડોદરાથી એક બ્રાહ્મણને ટિકિટ મળી છે.


comments powered by Disqus