ભુજઃ સાહિત્ય અકાદમી અને ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા દિલ્હી ખાતે વિશ્વનો સૌથી મોટો સાહિત્ય ઉત્સવ ઊજવાયો હતો, જેમાં કચ્છના ત્રણ સર્જક પબુ ગઢવી ‘પુષ્પ’ (કચ્છી સાહિત્ય), વીમી સદારંગાણી (સિંધી સાહિત્ય) અને કલાધર મુતવા (સિંધી સાહિત્ય)એ કચ્છનું ગૌરવ વધાર્યું હતું. આ ઇવેન્ટને વર્લ્ડ રેકોર્ડ તરીકે નોંધવામાં આવી છે. અકાદમીએ એક દિવસમાં 47 ભાષાના 94 જેટલા લેખક-કવિને મંચ પૂરો પાડી દિલ્હીના મેઘદૂત ઓપન થિયેટરમાં પ્રસ્તુત કર્યા હતા. સાહિત્યિક ઉત્સવ દરમિયાન 150 સત્રમાં 100થી વધુ ભારતીય ભાષાના 1100 જેટલા સાહિત્યકારે ભાગ લઈ પોતાની રચનાને રાષ્ટ્રીય ફલક પર મૂકી હતી. આ લિટ્રેચર ફેસ્ટિવલમાં પ્રથમવાર કચ્છી ભાષાને સ્થાન મળ્યું હતું.