નવીદિલ્હીઃ બીઆરએસ નેતા કે. કવિતાએ દિલ્હીના કથિત દારૂ કૌભાંડમાં ધરપકડને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે. તેણે ઈડી સામે મની લોન્ડરિંગ કેસમાં ધરપકડને ખોટી ગણાવી છે. તે 23 માર્ચ સુધી કસ્ટડીમાં છે. દરમિયાન ઈડીએ સોમવારે દાવો કર્યો કે દારૂ નીતિમાં ફાયદો મેળવવા માટે કવિતાએ કેજરીવાલ અને પૂર્વ ડેપ્યૂટી સીએમ મનીષ સિસોદિયા સાથે ષડયંત્ર રચ્યું હતું, જેના બદલે કવિતાએ રૂ. 100 કરોડ આપ્યા હતા