વલસાડઃ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે ગુજરાત કોંગ્રેસના કિલ્લાના એક બાદ એક કાંગરા ખરી રહ્યા છે. હવે વલસાડ કોંગ્રેસના અગ્રણી અને વારલી સમાજનું જાણીતું નામ નરેશ વળવીએ કોંગ્રેસને રામરામ કરી દીધું છે. જેઓ ટૂંક સમયમાં ભાજપમાં જોડાશે. નરેશ વળવીના આ રાજીનામાથી કોંગ્રેસની વારલી સમાજ અને વલસાડમાં પકડ ઓછી થઈ ગઈ છે.