સાવરકુંડલા હીરાબજારનો એજન્ટ રૂ. 10 કરોડના હીરા સાથે ગુમ

Wednesday 20th March 2024 07:00 EDT
 
 

સાવરકુંડલાઃ હીરાબજારના એક કમિશન એજન્ટ છેલ્લા બે દિવસથી આશરે રૂ. 10 કરોડના હીરા સાથે અચાનક ગુમ થઈ જતાં સનસની ફેલાઈ છે.
એજન્ટના પરિવારે આ અંગે પોલીસને જાણ કરાઈ છે. 40 વર્ષીય જયંતી કરશનભાઈ કથળિયા છેલ્લા બે દિવસથી ગુમ થઈ ગયો છે. આ યુવાન હીરામાર્કેટમાં કમિશન એજન્ટ તરીકે કામ કરતો હતો અને સાવરકુંડલાથી અન્ય શહેરોમાં હીરાની લેવડદેવડનું કામ પણ સંભાળતો હતો. 15 માર્ચે આ યુવાન મુંબઈથી સાવરકુંડલા આવ્યો હતો, જે બાદ લાપતા થયો હતો. સગાંસંબંધીઓ દ્વારા આસપાસના વિસ્તારમાં તપાસ કરાઈ, પરંતુ તેનો પત્તો ન મળતાં પરિવારે ફરિયાદ નોંધાવી હતી.


comments powered by Disqus