રાજરત્ન શેઠ નાનજી કાળીદાસ મહેતાએ સ્થાપેલી સંસ્થા આર્યકન્યા ગુરુકુળમાં છેલ્લાં 86 વર્ષથી ચાલી આવતી વૈદિક પરંપરા મુજબ દર શ્રાવણી પૂનમે દીકરીઓ વૈદિક યજ્ઞ સાથે યજ્ઞોપવીત ધારણ કરે છે. રક્ષાબંધનના દિવસે પણ અહીં ભણતી 350 દીકરીએ યજ્ઞોપવીત ધારણ કરી હતી.