અંધશ્રદ્ધા, કાળો જાદુ કરતા પાખંડીઓ સામે પગલાં લેવાશે

Wednesday 21st August 2024 05:21 EDT
 
 

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના 21 ઓગસ્ટથી શરૂ થતાં ત્રણ દિવસના ચોમાસુ સત્રમાં સરકારે ચાર વિધેયક લાવવાનું નક્કી કર્યું છે, જે પૈકી એક વિધેયક અંધશ્રદ્ધા અને કાળાજાદુ વિરોધી પગલાં સૂચવતું છે અને બીજું દારૂ કે કેફી પદાર્થોમાં જપ્ત કરાયેલાં વાહનોનો તત્કાલ નિકાલ કરવાનું છે. આ ઉપરાંત બીજા બે વિધેયક કેન્દ્રીય કાયદા સુધારાને આનુષાંગિક છે.
ગુજરાતમાં અજ્ઞાનતાના કારણે ઘણી જગ્યાએ અનિષ્ટ અને દુષ્ટ પ્રથા ચાલતી આવે છે, જેમાં માનવ બલિદાન, ભૂત અને ડાકણ કાઢી આપવાનાં કૃત્યો, અઘોરી પ્રથા અને કાળા જાદુના પ્રયોગ થતા હોય છે. કોઈ વ્યક્તિ કહેવાતા ચમત્કારો હેઠળ નાણાંનું ઉપાર્જન કરી લોકોને ત્રાસ આપે છે. અલૌકિક શક્તિના આશીર્વાદ મેળવવાના હેતુ માટે કોઈની જિંદગી જોખમમાં મૂકે છે. વશીકરણ કરે છે અથવા તો જાદુનો વ્યવસાય કરે છે. આ તમામ પ્રવૃત્તિ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવાયો છે.


comments powered by Disqus