અમેરિકામાં ઘૂસણખોરીનો પ્રયાસ કરતા 4 ગુજરાતી ડિપોર્ટ

Wednesday 21st August 2024 05:21 EDT
 
 

અમદાવાદઃ અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરતા 4 ગુજરાતીઓને હાલમાં જ આફ્રિકન દેશ તાન્ઝાનિયાથી ડિપોર્ટ કરવામાં આવ્યા છે. આ ચારેય ગુજરાતીઓ નકલી પાસપોર્ટ પર અમેરિકામાં ઘૂસવાની ફિરાકમાં હતા, પરંતુ તાન્ઝાનિયામાં ઇમિગ્રેશન ક્લિયરન્સ દરમિયાન તેમના પાસપોર્ટ ફેક હોવાનું જણાતાં તેમને પાછા ભારત મોકલવામાં આવ્યા છે. તાન્ઝાનિયાથી મુંબઈ પરત મોકલવામાં આવેલા આ તમામ લોકો વિરુદ્ધ મુંબઈના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જે ચાર ગુજરાતીઓને આફ્રિકાથી પાછા મોકલાયા છે તેમાં ગીતાબહેન ચૌધરી, ભારતીબહેન ચૌધરી, અંશ ચૌધરી અને રમેશ ઠાકોર નામના એક 75 વર્ષીય શખ્સનો સમાવેશ થાય છે. મુંબઈ પોલીસ આ ચારેય લોકોને અમેરિકા મોકલનારા એજન્ટને શોધી રહી છે, તેમજ તેમની પાસે બે પાસપોર્ટ ક્યાંથી આવ્યા તેની તપાસ પણ ચાલુ છે.


comments powered by Disqus