અમદાવાદઃ નાણાકીય વર્ષ દરમિયાન વિદેશમાં રૂ. 6 લાખથી વધુ રકમ મોકલનારા ભારતીય નાગરિકોના રિટર્નની સીબીડીટી દ્વારા સ્ક્રૂટિની કરવામાં આવશે. સીબીડીટીએ વર્ષ દરમિયાન રૂ. 6 લાખથી વધુ નાણાં વિદેશ મોકલનારા તમામ કરદાતાઓને અલગ તારવીને તપાસ હાથ ધરી છે. સીબીડીટીના ધ્યાનમાં આવ્યું છે કે, કરદાતાએ તેના આવકવેરાના રિટર્નમાં દાખવેલી આવક કરતાં અનેકગણી વધુ રકમ તેમણે વિદેશમાં મોકલી છે.

