મોરબીઃ પાટીદાર સમાજની દીકરીઓ અને ઉદ્યોગપતિ વિશે કાજલ હિન્દુસ્તાની દ્વારા અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી, જેની સામે મોરબી તાલુકા કોર્ટમાં મનોજ પનારાએ બદનક્ષીની ફોજદારી અરજી આપી હતી, જેને ધ્યાને લઈ કોર્ટે કાજલ હિન્દુસ્તાની સામે બદનક્ષીનો ગુનો નોંધવા હુકમ કર્યો છે. આગામી ૧૭મી સપ્ટેમ્બરના રોજ કોર્ટમાં હાજર રહેવા માટેનું સમન્સ કાઢ્યું છે.
આ કેસની વિગત એવી છે કે, સુરતમાં અંદાજે એક વર્ષ પહેલાં યોજાયેલા એક કાર્યક્રમમાં કાજલ હિન્દુસ્તાની દ્વારા મોરબી પાટીદાર સમાજને દીકરીઓ અને ઉદ્યોગકારો વિશે જે ટિપ્પણી કરવામાં આવી હતી, તેને લઈને મોરબીના પાટીદાર સમાજમાં ભારે આક્રોશની લાગણી હતી. તેને લઈને મોરબીમાં મોરબી પાટીદાર સમાજ દ્વારા વિશાળ રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું.

