નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇઝરાયેલના પ્રધાનમંત્રી નેતન્યાહૂ સાથે ફોન પર વાત કરી છે. પીએમઓ અનુસાર ભારતના 78મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે નેતન્યાહૂએ વડાપ્રધાન મોદીને શુભેચ્છા આપી હતી. બંને નેતાઓએ પશ્ચિમ એશિયાની વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ તણાવ ઓછો કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે બંધકોને છોડવા, યુદ્ધવિરામ અને માનવીય સહાયતા ચાલુ રાખવાના ભારતના આગ્રહ સહિત અન્ય મુદ્દે ગહન ચર્ચા કરી હતી.

