સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના અધિકૃત નિવાસ સ્થાન 7, લોકકલ્યાણ માર્ગ ખાતે રક્ષાબંધનનો તહેવાર સ્કૂલનાં બાળકો પાસે રાખડી બંધાવી ઊજવ્યો હતો. એક દીકરીની રાખડી પર વડાપ્રધાનની માતાની તસવીર અને ‘એક વૃક્ષ માને નામ’ સ્લોગન લખ્યું હતું. આ પહેલાં વડાપ્રધાને દેશના નાગરિકોને રક્ષાબંધનની શુભકામના પાઠવી હતી.

