મોરબી: 9 વર્ષ જૂના નિખિલ હત્યા કેસની તપાસ હાઈકોર્ટે સીબીઆઈને સોંપી છે. વર્ષો સુધી સીઆઈડીએ તપાસ કર્યા બાદ પણ ભેદ ઉકેલવામાં નિષ્ફળ રહી હોય જેથી હાઈકોર્ટે પરિવારની માંગણી અનુસાર સીબીઆઈને તપાસ ચલાવવાની સૂચના આપી છે. પરેશ ધામેચાના 13 વર્ષના પુત્ર નિખિલનું સ્કૂલેથી છૂટતી વખતે અજાણ્યા ઈસમે અપહરણ કર્યું હતું. જે બાદ નિખિલ સાથે સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય પણ કર્યું હતું.

