અમદાવાદના શાહીબાગસ્થિત બીએપીએસ મંદિર ખાતે શનિવારે ફૂટ ઓવરબ્રિજનું ઉદ્ઘાટન બીએપીએસના ઇશ્વરચરણ સ્વામી સહિતના દિગ્ગજ સંતો અને રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે મેયર પ્રતિભા જૈન, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી, શહેરના ધારાસભ્યો, કોર્પોરેટર સહિતના પદાધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

