51 શક્તિપીઠ પરિક્રમા સંપન્ન: 13 લાખ લોકોએ પરિક્રમા કરી

Tuesday 20th February 2024 05:55 EST
 
 

અંબાજીઃ વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે માતાજીની કૃપાથી શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા સુખરૂપ સંપન્ન થતાં માતાજીની પૂજા-અર્ચના કરી મહોત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. શક્તિપીઠ પરિક્રમા 13 લાખ લોકો દ્વારા કરાઈ. આ પ્રસંગે પરિક્રમા માર્ગની સ્વચ્છતા જાળવનારા સફાઈકર્મીઓનું સન્માન કરાયું હતું. મહોત્સવના અંતિમ દિવસે મંત્રોત્સવ અને હેલિકોપ્ટર દ્વારા પુષ્પવૃષ્ટિ કાર્યક્રમ યોજાયો હતો.


comments powered by Disqus