દુનિયાનો સૌથી વિરાટ ખાવડા એનર્જી પાર્ક ધમધમ્યો: રિન્યુએબલ એનર્જી પાર્કમાંથી વીજઉત્પાદન શરૂ

Tuesday 20th February 2024 05:04 EST
 
 

ભુજઃ કચ્છના ખાવડા નજીક દુનિયાના સૌથી વિરાટ રિન્યુએબલ એનર્જી પાર્કમાં વાર્ષિક 81 બિલિયન યુનિટ વીજળી ઉત્પન્ન કરવા 30 ગિગાવોટ સ્વચ્છ ઊર્જા વિકસાવવાની યોજના છે અને 551 મેગાવોટની ક્ષમતા કાર્યાન્વિત કરી નેશનલ ગ્રીડને પુરવઠો આપવાનો પ્રારંભ પણ કરી દેવાયો છે. આ પ્રકલ્પ 16.1 મિલિયન આવાસોને વીજળી આપવા સાથે વાર્ષિક 58 મિલિયન ટન કાર્બનનું ઉત્સર્જન ઘટાડશે. આ પ્રકલ્પ સિંગાપોર સહિતના દેશો કરતાં અને ભારતનાં અનેક રાજ્યોના ક્ષેત્રફળ કરતાં પણ વધારે વિશાળ છે. 2024ના અંત સુધીમાં આ પાર્કમાં 50 ટકા ઉત્પાદન શરૂ થશે.
નેશનલ ગ્રીડને વીજ પુરવઠો પૂરો પાડવાનો આરંભ
ભારતની સૌથી મોટી રિન્યુએબલ એનર્જી કંપની અને વિશ્વની બીજા ક્રમની સૌથી મોટી સોલાર પીવી વિકાસકાર અદાણી ગ્રીન એનર્જી લિ.એ ખાવડામાં 551 મેગાવોટની સૌરક્ષમતા કાર્યરત્ કરી નેશનલ ગ્રીડને વીજ પુરવઠો પૂરો પાડવાનો આરંભ કર્યો છે. ખાવડામાં રિન્યુએબલ એનર્જી પાર્કમાં કામ શરૂ કર્યાના એક વર્ષમાં જ અદાણી ગ્રીને રસ્તા, કનેક્ટિવિટી સહિતની પાયાની માળખાકીય સુવિધાઓના વિકાસ સાથે અને સ્વ-ટકાઉ સામાજિક ઇકોસિસ્ટમ બનાવવાની શરૂઆત કરી આ સીમાચિન્હ હાંસલ કર્યું છે. કંપનીએ કચ્છના રણના પડકારજનક અને વેરાન પ્રદેશમાં 8,000 કર્મચારી માટે રહેવાયોગ્ય વાતાવરણમાં પરિવર્તિત કર્યું છે.
અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું કે, ‘અદાણી ગ્રીન એનર્જી સૌર અને પવન માટે વિશ્વની સૌથી વ્યાપક રિન્યુએબલ એનર્જી ઇકોસિસ્ટમ બનાવી રહી છે.’ ખાવડામાં રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ જેવાં નવીન પ્રકલ્પો મારફતે અદાણી ગ્રીન એનર્જી ઉચ્ચ વૈશ્વિક બેન્ચમાર્ક પ્રસ્થાપિત કરવા તરફ આગળ વધી રહી છે અને ગિગા-સ્કેલ રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સ માટે વિશ્વના આયોજન અને અમલીકરણના પ્રસ્થાપિત ધોરણોને ફરી દોહરાવે છે. તેમણે ઉમેર્યું કે આ સીમાચિન્હ ચાલુ દશકાના અંત સુધીમાં રિન્યુએબલ એનર્જીની ક્ષમતાના 500 ગિગાવોટ અને કાર્બન ન્યુટ્રાલિટીના મહત્ત્વાકાંક્ષી લક્ષ્યો હાંસલ કરવા તરફની ભારતની સમાન સ્વચ્છ ઊર્જા સંક્રમણ યાત્રાને વેગ આપવા અદાણી સમૂહ પ્રતિબદ્ધતા અને ચાવીરૂપ ભૂમિકામાં રહેશે.
15,200 લોકોને રોજગારી મળશે
આ પાર્ક થકી 16.1 મિલિયન આવાસને વીજળી પૂરી પાડવામાં આવશે. વધુમાં 15200 લોકોને રોજગારી આપવામાં આવશે. ઊર્જા ઉત્પાદન દરમિયાન 2,761 મિલિયન વૃક્ષો દ્વારા કાર્બન શોષી લેવામાં આવે છે.


comments powered by Disqus