ગુજરાત સમાચાર - Asian Voiceની અમદાવાદ ઓફિસે 16 ફેબ્રુઆરીએ સ્થાપનાના 18 વર્ષ પૂરા કરીને 19મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ પ્રસંગે એબી પબ્લિકેશન (ઇંડિયા) પ્રા.લિ.ના ડિરેક્ટર ડો. ઉર્વીબહેન બી. પારેખ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને દીપ પ્રાગટ્ય કર્યું હતું. ઓફિસના સહયોગીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં પબ્લિશર અને એડિટર-ઇન-ચીફ સી.બી. પટેલ લંડનથી વીડિયો કોલ મારફતે જોડાયા હતા અને અમદાવાદ ઓફિસની સ્થાપનામાં મૂલ્યવાન યોગદાન આપનાર વરિષ્ઠ પત્રકાર અને પારિવારિક મિત્ર સ્વ.શ્રી ભૂપતભાઇ અને સરલાબહેન સાથેના યાદ તાજી કરી હતી. તેમણે કહ્યું હતું કે ભૂપતભાઇ અને સરલાબહેન સાથેનો દસકાઓ જૂનો નાતો તેમના પુત્ર-પુત્રવધૂ ડો. ભાવેશભાઇ (સિનિયર ઓન્કોલોજિસ્ટ) અને ડો. ઉર્વીબહેને (સિનિયર એન્ડોક્રિનોલોજિસ્ટ) પણ એટલી જ લાગણી અને ઉષ્મા સાથે જાળવ્યો છે તે વાતનો આનંદ છે.

