કબૂતરબાજી વિરુદ્ધ નિવેદન આપનારા પ્રવાસી ભૂગર્ભમાં ઊતર્યા

Tuesday 20th February 2024 05:56 EST
 
 

અમદાવાદઃ સીઆઇડી ક્રાઇમે ફ્રાન્સના વિટ્રી એરપોર્ટ પરથી ડિપોટ કરવામાં આવેલા પેસેન્જરોના નિવેદનના આધારે ગેરકાયદે અમેરિકા મોકલતા એજન્ટો સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન ફ્રાન્સથી ડિપોટ થયેલા કેટલાક ગુજરાતી પેસન્જરોનાં નિવેદનો લઈને પોલીસે ગેરકાયદે અમેરિકા મોકલતા 14 જેટલા એજન્ટો સામે ગુનો દાખલ કર્યો હતો. આ પેસેન્જરોમાંથી અમુક પેસેન્જરો ગાયબ થઈ ગયાનું સૂત્રો જણાવી રહ્યાં છે.
બીજી તરફ સીઆઇડી ક્રાઈમના અધિકારીઓનો દાવો છે કે, પેસેન્જરોના નિવેદન થયા બાદ અમારે જરૂર પડશે ત્યારે અમે તેઓને બોલાવી લઈશું. પેસેન્જરો ગુમ થયા કે જતા રહ્યાની કોઈ વિગત અમારા ધ્યાને નથી. બનાવની વિગતો મુજબ ફાન્સના વિટ્રી એરપોર્ટ પર પેટ્રોલ માટે રોકાયેલી ફલાઇટમાં ગેરકાયદે અમેરિકા જતા મુસાફરો હોવાની વિગતોના આધારે ફ્રાન્સ ઓથોરિટીએ ફલાઇટને રોકી 303 જેટલાં પેસેન્જરનાં નિવેદન લઈ કોર્ટમાં રજૂ કર્યા હતા. ફ્રાન્સની કોર્ટે તમામ પેસેન્જરને દુબઈ ડિપોટ કરવાનો હુકમ આપ્યો હતો. આ તમામ પેસેન્જર દુબઈથી ખાનગી કંપનીની ફ્લાઇટમાં નિકારાગુઆ જઈ રહ્યા હતા. 303 પેસેન્જર પૈકી 260 જેટલા ભારતીય હોવાનું અને તેમાંથી 66 ગુજરાતી હોવાની વિગતો ખૂલી હતી.


comments powered by Disqus