જામનગર કોર્ટે રાજકુમાર સંતોષીને 2 વર્ષની કેદ, રૂ. 2 કરોડનો દંડ કર્યો

Tuesday 20th February 2024 05:55 EST
 
 

જામનગરઃ હિન્દી ફિલ્મજગતના જાણીતા દિગ્દર્શક અને ફિલ્મફેર એવોર્ડ વિજેતા રાજકુમાર સંતોષીને રૂ. 1 કરોડના ચેક પરતના કેસમાં જામનગરની અદાલતે બે વર્ષની કેદની સજા અને રૂ. 2 કરોડનો દંડ ફટકાર્યો છે.
જામનગરના ઉદ્યોગપતિ પાસેથી રૂ. 1 કરોડ ઉછીના લઈ તેની પરત ચુકવણી પેટે આપેલા ચેક પરત ફર્યા હતા. જામનગરના ઉદ્યોગપતિ અશોકભાઈ લાલ પાસેથી રાજકુમાર સંતોષીએ વર્ષો પહેલાં રૂ. 1 કરોડ ઉછીના લીધા હતા. આ નાણાંની પરત ચુકવણી માટે રૂ. 10 લાખના 10 ચેક આપ્યા હતા. ઘાયલ, ઘાતક, દામિની સહિતની હિટ ફિલ્મનું દિગ્દર્શન કરનાર રાજકુમાર સંતોષીના તમામ ચેક અશોકભાઈએ બેન્કમાં રજૂ કરતાં પરત ફર્યા હતા. આથી તેણે ફિલ્મ દિગ્દર્શકને નોટિસ ફટકારી હતી.
રાજકુમારના તમામ બચાવ પ્રયાસ નિષ્ફળ
કેસ નોંધાયા બાદ રાજકુમાર સંતોષીએ જે શહેરનો ચેક હોય ત્યાં ફરિયાદ કરવાનો પરિપત્ર રજૂ કરી તમામ કેસ મુંબઈ ટ્રાન્સફર કરવા અરજી કરી હતી. દરમિયાન પરિપત્ર રદ્દ થતાં જામનગરની કોર્ટમાં જ કેસ ચલાવવાનો હુકમ થયો હતો. આરોપીએ ડિસ્ચાર્જની અરજી કરી ધમપછાડા કર્યા હતા, પરંતુ તેમાં પણ લપડાક મળી હતી. આટલું જ નહીં તારીખ લખેલા ચેકની ઝેરોક્સ રજૂ કરી હતી, તેમાં પણ તેને ફાવટ આવી નહોતી.


comments powered by Disqus