અમદાવાદઃ જૂનાગઢ તોડકાંડના 3 આરોપી પૈકી પીઆઇ એ.એમ. ગોહિલ અને એએસઆઇ દીપક જાનીને એટીએસએ તાજના સાક્ષી બનાવી દીધા છે. તરલ ભટ્ટ સામેનો કેસ મજબૂત કરવા એટીએસ સૌથી પહેલા બંનેના 164 મુજબના નિવેદન લઈ તરલ ભટ્ટ અંગેની રજેરજ માહિતી એકત્રિત કરી લીધી હતી. ત્યારબાદ જ તરલ ભટ્ટની ધરપકડ કરવામાં આવી હતી. જો કે જૂનાગઢ તોડકાંડમાં પીઆઇ ગોહિલ અને એએસઆઇ જાનીને તરલ ભટ્ટે હાથો બનાવ્યા હોવા અંગે એટીએસએ ગૃહવિભાગમાં રિપોર્ટ કર્યો છે, તેમજ આ તોડકાંડમાં તે બંનેની કોઈ ભૂમિકા ન હોવા અંગે એટીએસ કોર્ટમાં પણ રિપોર્ટ કરશે.

