બલ્ગેરિયન યુવતી સાથે દુષ્કર્મના કેસમાં કેડિલા ફાર્માના માલિક ડો. રાજીવ મોદી સોલા પોલીસ સમક્ષ હાજર થયા હતા. પોણા પાંચ કલાક રાજીવની પૂછપરછ કરીને નિવેદન લેવાયા બાદ તેમને જવા દેવાયા હતા. પોલીસે કહ્યું કે, બલ્ગેરિયન યુવતીની ફરિયાદ અનુરૂપ રાજીવ મોદીને આરોપી બનાવવા એક પણ પુરાવો હજુ સુધી મળ્યો નથી.

