નવી દિલ્હીઃ યાત્રિકોની સુવિધા માટે નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યૂરો દ્વારા 26 ફેબ્રુઆરી સુધી સેવા સુધારવા માટે ઓર્ડર કરાયા છે. નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યૂરોએ એર ઇન્ડિયા, અકાસા એર, ઇન્ડિગો, સ્પાઇસ જેટ, વિસ્તારા, એર ઇન્ડિયા એક્સપ્રેસ કનેક્ટ અને એર ઇન્ડિયા એક્સપ્રેસને આ સંબંધિત ઓર્ડર કર્યો છે. જે અંતર્ગત યાત્રિકોને પ્લેનમાંથી ઊતર્યાની 30 મિનિટમાં જ સામાન મળવાની સુવિધા કરવા જણાવાયું છે. નિયમ મુજબ ફ્લાઇટના આગમનની 10 મિનિટમાં સામાનની પ્રથમ વસ્તુ બેગેજ બેલ્ટ સુધી પહોંચવી જોઈએ. છેલ્લી બેગ 30 મિનિટમાં પ્રાપ્ત થવી જોઈએ.

