ભાવનગરઃ સૌરાષ્ટ્રના બગદાણાના સંત બજરંગદાસ બાપાના પ્રિય શિષ્ય અને ગુરુ આશ્રમના મેનેજિંગ ટ્રસ્ટી 84 વર્ષીય મનજીબાપાનું 14 ફેબ્રુઆરીએ સુરતની ખાનગી હોસ્પિટલમાં હાર્ટએટેકથી નિધન થયું. વસંતપંચમીના પાવન પર્વે મનજીબાપાનો આત્મા પરમાત્મામાં વિલીન થતાં તેમના લાખો ભક્તો શોકમગ્ન બન્યા છે. 15 ફેબ્રુઆરીએ બગદાણા ખાતે તેમની અંતિમવિધિ કરાઈ. તેમના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા. મૂળ બગદાણાના વતની અને ગુરુઆશ્રમમાં 70 વર્ષથી સેવક તરીકે મનજીદાદા માયાભાઈ કાછડિયા જોડાયેલા હતા.

