માલદીવ-ચીનને લઈ ભારત લક્ષદ્વીપમાં નેવી બેઝ બનાવશે

Tuesday 20th February 2024 06:36 EST
 
 

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપની મુલાકાત બાદ હવે ભારત સરકારે અગાતી અને મિનિકોય ટાપુ પર નેવી બેઝ બનાવવા નિર્ણય લીધો છે. INS જટાયુ નેવલ બેઝ મિનિકોય ખાતે બનાવાઈ રહ્યું છે, જેનું ઉદ્ઘાટન રક્ષામંત્રી રાજનાથ સિંહ 4 અથવા 5 માર્ચે કરી શકે છે. મિનિકોયમાં બની રહેલા INS જટાયુ નેવલ બેઝથી માલદીવનું અંતર માત્ર 524 કિલોમીટર છે. એટલું જ નહીં ભારત અગાતી દ્વીપ પર એરસ્ટ્રીપને અપગ્રેડ કરી રહ્યું છે. જેથી તેનો ઉપયોગ ફાઇટર જેટ અને હેવી એરક્રાફ્ટ માટે થઈ શકે, તેમજ માલદીવ અને ચીનની ગતિવિધિ પર સીધી નજર રાખી શકાય.


comments powered by Disqus