સમગ્ર વિશ્વમાં હજારો કિલોમીટરનો પ્રવાસ ખેડીને માઇગ્રેટરી પક્ષીઓને ધ્યાનમાં લઈને સમરકંદ ખાતે યોજાયેલી કોન્ફરન્સ ઓફ પાર્ટીસમાં તૈયાર કરાયેલા રિપોર્ટમાં ગુજરાતના 19 જેટલાં વેટલેન્ડને ખાસ મહત્ત્વ અપાયું છે. આ રિપોર્ટમાં ભારતનાં 422 જેટલા વેટલેન્ડ, ગ્રાસલેન્ડ અને જંગલોનો ઉલ્લેખ કરીને જણાવવામાં આવ્યું છે કે, હજારોની સંખ્યામાં માઇગ્રેટરી બર્ડ્સ વિશ્વના મુખ્યત્વે 9 રૂટ એટલે કે ગ્રેટ ફ્લાય વેનો ઉપયોગ કરે છે.

