ચારુસેટ કેમ્પસ માટે રૂ. 3 કરોડનું માતબર દાન આપનારા ચાંગાના વતની અને હાલમાં અમેરિકા સ્થિત કાર્ડિયોલોજિસ્ટ ડો. અશ્વિનકુમાર ઇશ્વરભાઈ પટેલે ચારુસેટને રૂ. 3 કરોડનું દાન આપતાં 15 ફેબ્રુઆરીએ ચારુસેટ કેમ્પસમાં તેમને દાનભાસ્કર એવોર્ડ એનાયત કરાયો. આ પ્રસંગે મંડળ-ચારુસેટના પ્રમુખ સુરેન્દ્રભાઈ પટેલ, માતૃસંસ્થા અને CHRFના પ્રમુખ નગીનભાઈ પટેલ, માતૃસંસ્થા–કેળવણી મંડળ–CHRFના મંત્રી ડો. એમ.સી. પટેલ, કેળવણી મંડળના ઉપપ્રમુખ સી. એ. પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગેે કાર્ડિયાક કેર સેન્ટરનું લોકાર્પણ અને નામાભિધાન પણ કરવામાં આવ્યું હતું.

