સેવાકાર્ય કરીશ, રાજકારણમાં નહીં જોડાઉઃ નરેશ પટેલ

Tuesday 20th February 2024 05:04 EST
 
 

મોડાસાઃ માલપુરના પરસોડા ગામે ખોડલ સેવા ટ્રસ્ટ દ્વારા 2024 ખોડિયાર જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી, જેમાં ખોડલધામ કાગવડના ચેરમેન નરેશ પટેલે જણાવ્યું હતું કે હું કાયમી સેવાકાર્યમાં જોડાયેલો છું અને આજીવન સેવાકાર્ય જ કરીશ, ક્યારેય ચૂંટણી નહીં લડું. જ્યારે જ્યારે સારા ઉમેદવારોને મારી જરૂર હશે તો તેઓને ચોક્કસ મદદ કરવાનું જણાવ્યું હતું. માલપુર તાલુકા પરસોડા ખાતે જય મા ખોડલ સેવા ટ્રસ્ટ દ્વારા શનિવારે ખોડિયાર જયંતીના દિવસે ખોડિયાર જન્મોત્સવ-2024ની ભવ્ય ઉજવણી કરાઈ હતી. આ કાર્યક્રમમાં ખોડલધામ કાગવડના ચેરમેન નરેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓનું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. 


comments powered by Disqus