ગાંધીનગરઃ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, ત્યારે ક્નેક્ટિવિટી પણ ઝડપી સ્થપાય તે માટે એક પછી એક શહેરોમાં એરપોર્ટ વિકસાવવામાં આવી રહ્યાં છે. જે શહેરમાં એરપોર્ટ શક્ય નથી તેવાં શહેરોમાં હેલિપોર્ટ વિકસાવવાની કામગીરી સરકાર કરી રહી છે. આ માટે અમદાવાદના હાંસોલ, મહેસાણાના ઊંઝા, સોમનાથ, દ્વારકા, અંબાજી, ગીર અને સાપુતારામાં હેલિપોર્ટ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું સરકારે જણાવ્યું છે. હાંસોલની આસપાસ જાણીતા ઉદ્યોગો હોવાથી ત્યાં સીધા પહોંચવા માટે હેલિપોર્ટ બનાવવાનું આયોજન છે, જ્યારે મહેસાણા નજીક વેપારીઓને પહોંચવા માટે હેલિપોર્ટનું આયોજન કરાયું છે.

