‘સાસુ અને જીવનસાથી ખોઈને અહીં આવી હતી’ઃ સોનિયા

Tuesday 20th February 2024 06:35 EST
 
 

નવી દિલ્હીઃ સોનિયા ગાંધી આ વખતે લોકસભા ચૂંટણી ન લડી રાજ્યસભા દ્વારા સંસદમાં જઈ રહ્યાં છે, જેના માટે તેમણે રાજસ્થાનથી પોતાનું ફોર્મ ભર્યું છે. રાયબરેલીથી સાંસદ અને કોંગ્રેસ સંસદીય દળનાં નેતા સોનિયાએ પોતાના સંસદીય વિસ્તારના લોકોને એક ભાવનાત્મક પત્ર પણ લખ્યો છે.
સોનિયાએ પોતાના પત્રમાં લખ્યું છે કે, તેઓ તેમનાં સાસુ અને પતિને ખોઈ દીધા બાદ રાયબરેલી આવ્યાં હતાં ત્યારે લોકોએ તેમને ભેટી પડ્યા હતા. સોનિયાએ તેમના પત્ર દ્વારા રાયબરેલીના લોકોને જણાવ્યું છે કે સ્વાસ્થ્ય અને ઉંમરના કારણે તેઓ આવનારી લોકસભા ચૂંટણી નહીં લડે.


comments powered by Disqus